|
આ માસના ઉમદા લેખ તરીકે દ્રાક્ષની પસંદગી કરવામાં આવી છે. આપ સહુને વિનંતિ છે કે નવા લખાતા લેખોને આ કક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરવા જોઈએ.
આ ઉપરાંત વિકિપીડિયામાં અત્યારે અનેક લેખો તૈયાર થઇ રહ્યા છે જેમને પ્રસ્તુત લેખ (માસનો ઉમદા લેખ) તરીકે રજૂ કરી શકાય તેમ છે. આ લેખોને ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે આપને હાર્દિક આમંત્રણ છે. મોટેભાગે આ લેખોને સમૃદ્ધ કરવાની અને તેમની સફાઈ કરવાની (જેમકે ત્રુટક કડીઓ દૂર કરવાની, સંદર્ભ ઉમેરવાની, મઠારવાની, વગેરે) કે અધુરા અનુવાદ પૂર્ણ કરવાની જરૂર છે. તો શું આપ ભાવનગર, સિક્કિમ, અમદાવાદની ગુફા, અમરનાથ કે પછી ક્ષત્રિયથી શરૂઆત કરશો?
આ ઉપરાંત અન્ય જે લેખોમાં અનુવાદ કરવાની જરૂર છે તેની યાદી અહીં આપી છે, આપ તે લેખોના અનુવાદ કરીને વિકિને સમૃદ્ધ બનાવી શકો છો. આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેશ પ્રસ્તુત લેખમાં કરવાની જરૂર લાગે તો પ્રસ્તુત લેખનાં પાના પર જઇને સૂચન કરવા વિનંતિ છે.
|