મુખપૃષ્ઠ
વિકિસ્રોતમાં આપનું સ્વાગત છેએક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે
|
|
વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૨૨,૬૫૨ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ. |
| શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર | સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર |
| જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો |
| ૦-૯ | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | ક | ખ | ગ | ઘ | ઙ | ચ | છ | જ | ઝ | ઞ | ટ | ઠ | ડ | ઢ | ણ |
| શ્રેણી | ત | થ | દ | ધ | ન | પ | ફ | બ | ભ | મ | ય | ર | લ | વ | શ | ષ | સ | હ | ક્ષ | ત્ર | જ્ઞ | ઋ | ૠ | ૐ | શ્ર | અઃ |
રૂપક કૃતિઆ તે શી માથાફોડ !એ ગિજુભાઇ બધેકાની દ્વારા રચાયેલ બાળઉછેર કેળવણી પુસ્તક છે.
ગિજુભાઇ બધેકાએ પોતાની આગવી શૈલિમાં અને તેમના મનપસંદ વિષય બાળ સાહિત્ય અને બાળ કેળવણી ઉપર બાળકોના વાલીઓને બાળઉછેર અને બાલ માનસિકતા વિષેની માહિતી રસપ્રદ ઉદાહરનો દ્વારા બતાવી છે. બાળ સામ્ગોપનને માથાફોડ સમજતા માતા-પિતાઓ માટે આ એક આદર્શ પુસ્તક છે. '"સાંભળ્યું કે ? આ હું તો હીંચકાવી હીંચકાવીને થાકી. મારા તો હાથ દુખવા આવ્યા, રોયાં છોકરાંયે કાંઈ થયાં છે ? દિ' બધો તો કવરાવે પણ રાતે ય સૂવા ન દે. લ્યો હવે આ દોરી તાણો; હું તો આ સૂતી. ને ન તાણો તો રહેવા દ્યો. સવાર સુધી થાકીને ઊંઘી જશે.” 'તમારી ચોપડીઓએ અમને સોરઠ દેશની મુસાફરી કરવાની તાલાવેલી લગાડી છે, અમે ક્યાં ક્યાં જઈએ તે સૂચવશો?' 'તમે સંઘરેલાં લોકગીતો અમારે લોકોને મોંએ સાંભળવાં છે, રાસડા રમાતા જોવા છે, ચારણોની વાર્તાઓ માણવી છે, ગીર જોવી છે, સિંહો જોવા છે, માટે કોઈ ભોમિયો આપો, અથવા સાથે આવો!' નિશાળો-કૉલેજોની લાંબી રજાઓ પડવાની થાય ત્યારે ત્યારે ઓળખીતા અને અણઓળખીતા કોઈ કોઈ તરફથી આવાં પુછાણ આવી પડે છે, પરંતુ એ બધાંની અંદર એક-બે શરતો મુકાયેલી હોય છે : 'આ બધું અમારે તા. ૧૦મીથી ૧૭મી સુધીમાં જોઈ લેવું છે.' 'આ બધું જોવા માટે અમારી સાથે પંદર નાનાંમોટાં બાળકો, ત્રણ બહેનો ને સાત ભાઈઓ છે.' ભાનુલાલે ઘોડિયાની દોરી હાથમાં લીધી. પોતે ભલા માણસ હતા. છોકરાને હીંચોળવા માંડ્યા. નાનો ચીનુ જરાક છાનો રહે ને પાછો ચીસ પાડી રડે. વળી ભાનુલાલ જરાક મોટા મોટા હીંચકા નાખે એટલે સહેજ જંપે ને વળી પાછો રડવા લાગે. ભાનુલાલ પણ થાક્યા. તે કહેઃ "કોણ જાણે શું થયું છે ! છોકરો કોઈ દિ' આમ રાત આખી નથી રોતો. ચાલ જરા ઘોડિયું તો જોઉ.” |
સહકાર્યઅમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ. હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે ચુનીલાલ મડિયાની રચના લીલુડી ધરતી - ૧ પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.
|
શ્રાવ્ય પુસ્તકઆજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Gujarati Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:
|
મુખ્ય શ્રેણીઓ |
વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓવિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :
|